કોરોના મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે તમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. બેંકે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકા, યુરોપ સહિતના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જેવી પરિસિૃથતિ સર્જાતા વૈશ્વિક આૃર્થતંત્રને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.
એડીબીએે જણાવ્યું છે કે નુકસાન આ અંદાજમાં આરોગ્ય અને શિક્ષણને લાંબા ગાળે થનારા નુકસાનને સામેલ કરવામાં આવ્યું નથી. ભારત માટે એડીબીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને કારણે ઉત્પન્ન થયેલ હેલૃથ ઇમરજન્સીની વચ્ચે ભારતના આિર્થક વિકાસમાં મોટા પાયે ઘટાડો જોવા મળી શકે છે.
એડીબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ઘટીને ચાર ટકા થઇ શકે છે. ભારતમાં ગયા વર્ષે આવેલી મંદીને કારણે ભારતના જીડીપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
એડીબીના અધ્યક્ષ મસાત્સુગુ અસાકાવાએ જણાવ્યું છે કે અનેક વખત પડકારજનક સમયનો સામનો કરવો પડે છે. કોરોનાને કારણે વિશ્વના અનેક લાકોને અસર થઇ છે. ઉદ્યોગ અને આિર્થક પ્રવૃત્તિઓ ઠપ પડી ગઇ છે.
બેંકે પોતાના એશિયન ડેવલોપમેન્ટ આઉટલૂક(એડીઓ), ૨૦૨૦માં જણાવ્યું છે કે ભારતમાં જીડીપીની વૃદ્ધિ આગામી નાણાકીય વર્ષમાં ૬.૨ ટકા રહેશે. જ્યારે નાણાકીય ૨૦૨૧માં જીડીપી ઘટીને ચાર ટકા સુધી રહેશે.
એડીઓના અહેવાલ મુજબ ૨૦૨૦માં દક્ષિણ એશિયાનો વિકાસ દર ઘટીને ૪.૧ ટકા રહી જશે અને ત્યારબાદ ૨૦૨૧માં તે વધીને ૬ ટકા થઇ જશે.
૨૦૧૯માં નિરાશાજનક દેખાવ પછી વર્તમાન સમયમાં હેલૃથ ઇમરજન્સીને કારણે એશિયા અને પેસેફિક વિકાસ દર ઘટીને ૨.૨ ટકા થઇ શકે છે. ત્યારબાદ ૨૦૨૧માં તેમાં ૬.૧ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીને કારણે એશિયાનો વિકાસ દર મોટા પાયે ઘટી શકે છે.
એડીબીના મુખ્ય આૃર્થશાસ્ત્રી યાસુયુકી સ્વાડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કારોનાને કારણે આવેલી મંદી ઝડપથી દૂર થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.