ભારત દેશમાં કોરોના કૂદકે ને ભૂસકે વધ્યો, 86 મર્યા અને કુલ પોઝિટિવ આંકડો જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

દેશમાં 21 દિવસના લોકડાઉન બાદ પણ દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસ સામે આવતા જ રહે છે. ત્યારે એક જ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો સંખ્યા વધી ચુકી છે અને એક જ દિવસમાં ભારતભરમાંથી 563 નવા કેસ આવ્યા છે.

covid19india.org વેબસાઈટ પ્રમાણે નવા કેસની સાથે જ ભારત ભરમાં કોરોના વાયરસના કુલ 3122 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 229 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને 86 લોકો મૃત્યુ પામ્યા છે. જયારે હાલ 2807 કોરોના સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે, 490 કેસ સામે આવ્યા છે. જયારે તામિલનાડુમાં 411 કેસ, દિલ્હીમાં 386 કેસ, કેરળમાં 295 કેસ, તેલંગાણામાં 229 કેસ, રાજસ્થાનમાં 179 કેસ, ઉત્તરપ્રદેશમાં 174 કેસ, આંધ્રપ્રદેશમાં 164 કેસ, મધ્યપ્રદેશમાં 154 કેસ, કર્ણાટકમાં 128 કેસ, ગુજરાતમાં 95 કેસ, જમ્મુ-કાશ્મીરમાં 75 કેસ, હરિયાણામાં 58 કેસ, પંજાબમાં 53 કેસ, પશ્ચિમ 53 બંગાળ, બિહારમાં 31 કેસ, આસામમાં 23 કેસ, ઓડીસામાં 20 કેસ, ચંડીગઢમાં 18 કેસ, ઉત્તરાખંડમાં 16 કેસ, લદાખમાં 14 કેસ, આંદમાન નિકોબારમાં 10 કેસ, છત્તીસગઢમાં 9 કેસ, ગોવામાં 6 કેસ, હિમાચલ પ્રદેશમાં 6 કેસ, પોન્ડિચેરીમાં 5 કેસ, ઝારખંડમાં 2 કેસ, મણિપુરમાં 2 કેસ, અરુણાચલ પ્રદેશમાં 1 કેસ, મિઝોરમમાં 1 કેસ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.