આરોગ્ય મંત્રાલયએ કહ્યું કે દેશમાં હવે 2902 લોકો કોરોનાનાં ચેપગ્રસ્ત બન્યા છે, તેમાંથી 68 લોકોનાં મોત થઇ ચુક્યા છે, તો 183 લોકો સાજા પણ થયા છે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા છે, આ એક જ દિવસમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો સૌથી વધું આંકડો છે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં બહાર આવેલા કુલ કેસમાંથી 1023 કેસ એટલે કે 30 ટકા કેસ તબલીગી જમાત સાથે સંબંધિત છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે કહ્યું કે તબલીગી જમાત સાથે સંકળાયેલા કેસ તમિલનાડું, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ કાશ્મિર, કર્ણાટક, અંદમાન નિકોબાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ
સહિતનાં 17 રાજ્યોમાં નોંધાયા છે, ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જમાતમાં સામેલ લોકોનાં સંપર્કમાં આવેલા 23 હજાર લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે લોકોનાં મોત થયા છે, તેમાંથી મોટાભાગનાં વયોવૃધ્ધ છે, અને અન્ય શારિરીક સમસ્યાઓથી પિડાતા હતાં, લવ અગ્રવાલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા બેગણી થવાનો દર અન્ય દેશોની તુલનામાં ઓછો છે.
21-40 વર્ષનાં દર્દીઓ સૌથી વધું
આરોગ્ય મંત્રાલયે અત્યાર સુંધીમાં બહાર આવેલા કેસોનાં આધારે જણાવ્યું કે 9 ટકા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની વય 0-20 છે, 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષનાં છે. 33 ટકા ચેપગ્રસ્ત 41થી 60 વર્ષનાં છે, જ્યારે 17 ટકાની ઉંમર 60 વર્ષથી વધુંની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.