કોરોના ઇફેક્ટ : સલમાનને મોકલવામા આવી 19 હજાર મજૂરોની બેન્ક ડીટેલ, શરૂ થયું રાશન વિતરણનું કામ

હાલ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. કોરોના જેવી મહામારી સામે જીતવા માટે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ગરીબ અને મધ્યમ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

બોલીવુડના સિતારાઓ પણ લોકડાઉનમાં છુટા હાથે મદદ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર લોકોની હાલત કફોડી બની છે. 22 માર્ચના રવિવારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોયીઝ (FWICE) દ્વારા આ વર્કસને રાશન વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બાદમાં પ્રધાનમંત્રી લોકડાઉનની જાહેરાત કરતા આ કામ અટકી ગયું હતું.

પરંતુ હવે મજૂરો દાણા-દાણા માટે મોહતાજ થઇ ગયા હતા. FWICEએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 એપ્રિલથી રાશન વિતરણનું કામ શરૂ કરી દીધું હતું. આ ફેડરેશન દ્વારા એક દિવસમાં 100 પરિવારને રાશન વિતરણ કરવાનું કામ કરી રહ્યું છે. હાલ 500 મજૂરોને રાશન વિતરણ કરવામાં આવશે.

ફેડરેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, અમે રાશનના સાથે બધા જ વર્કરના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કામ પણ શરૂ કરી દીધુ છે. આજે અમે સલમાન ખાન ફિલ્મસને ફેડરેશનના 19000 મજૂરોનું લિસ્ટ મોકલી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.