કોરોના વાયરસનાં કારણે સર્જાયેલી દેશવ્યાપી લોકડાઉનની સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધ પક્ષનાં નેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીની આ વાતચીત સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા થશે.
આ દરમિયાન પીએમ મોદી એ પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરશે જેમના લોકસભા અને રાજ્યસભામાં 5 સાંસદથી વધું સાંસદો છે. આ વાતચીત કોરોના વાયરસનાં મુદ્દા પર થશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સાથે સંકળાયેલા તમામ મુદ્દા અને દેશવ્યાપી લોકડાઉન પર ચર્ચા થઇ શકે છે, લોકડાઉન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિપક્ષ સાથે આ પ્રથમ સંવાદ હશે.
કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યનાં ટોચનાં અધિકારીઓ સાથે સતત ચર્ચા થઇ રહી છે, વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ શૃંખલામાં પીએમ મોદી હવે વિરોધ પક્ષનાં નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.
વડાપ્રધાને જ્યારે શુક્રવારે સ્પોર્ટસ પર્સન્સ સાથે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરે તમામ પાર્ટીઓનાં નેતાઓ સાથે પણ વિચાર-વિમર્શ કરવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.