કોરોના વાઈરસ ફેલાવવા માટે ચીન પર સખ્ત દંડ ફટકારવામાં આવે

લંડનની ઈન્ટરનેશનલ કોઉન્સિલ ઓફ જ્યૂરિસ્ટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને અપીલ કરી છે કે, ચીન પર માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધ કરવા માટે સખ્ત દંડ ફટકારવામાં આવે. સંગઠને આરોપ લગાવ્યો છે કે, કોરોના વાઈરસ મહામારી પ્રાથમિક રીતે બીજિંગનું ષડયંત્ર છે જેથી પોતે સુપર પાવર બની શકે.
ICJના અધ્યક્ષે કહ્યું, વાઈરસને ફેલાવવાથી રોકવા માટે ચીન દ્વારા કાર્યવાહી નહી કરવાથી સમગ્ર દુનિયામાં મંદી આવી ગઈ અને અરબો ડોલરનું નુંકસાન થયું છે તથા ભારત અને દુનિયાના અન્ય હિસ્સામાં લાખો લોકો બેરોજગાર થઈ ગયા.
તેમણે કહ્યું કે, આ રહસ્ય છે કે વાઈરસ ચીનના તમામ પ્રાંતમાં કેમ નહી ફેલાયો જ્યારે દુનિયાના તમામ દેશોમાં આ ફેલાયો છે. તેમણે જિનેવા સ્થિત માનવાધિકાર સંગઠનને અપીલ કરી કે વાઈરસને ફેલવવા માટે તે ચીન અને તેની સેના અને વુહાનને જવાબદાર ઠેરવ્યું, જેનું કારણ સમગ્ર દુનિયામાં 50 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા અને દુનિયા ઠપ્પ થઈ ગઈ છે. અગ્રવાલે યુએનએચઆરસીને માંગ કરી કે તે ચીનને નિર્દેશ આપે કે બિમારી ફેલાવવા માટે તે સમગ્ર દુનિયા અને ખાસકરીને ભારતને ક્ષતિપૂર્તિ કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.