પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું-ભારતનાં આંતરિક મામલામાં માથું ન મારે ઇમરાન

કોરોના વાયરસ સામે દુનિયાની જંગ વચ્ચે કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન પર વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપી હતી.

વિદેશ મંત્રાલયે સણસણતી ચોપડાવતા કહ્યું હતું કે ભારતીય કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર બોલવાનો પાકિસ્તાનનો કોઈ જ હક નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ઈમરાન ખાનને કહ્યું હતું કે જો તેઓ જમ્મુ-કાશ્મીરના લોકોની ભલાઈ ઈચ્છે છે તો સરહદ પારના આતંકવાદને રોકે.

ઈમરાન ખાનની ટ્વીટ વિશે પૂછવામાં આવેલા સવાલ પર રવિશ કુમારે કહ્યું કે,’અમે ભારતને લઈને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની અનિયંત્રિત ટીપ્પણીઓ જોઈ છે. જ્યાં સુધી ભારતીય કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે તો સ્પષ્ટ વાત છે કે આ બાબત સાથે જોડાયેલા કોઈપણ પાસા પર પાકિસ્તાનને બોલવાનો અધિકાર નથી.’

‘J&Kનું ભલું ઈચ્છો તો બંધ કરો આતંકવાદ’

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આગળ કહ્યું કે, ‘ભારતની આંતરિક બાબતોમાં વારંવાર દખલ દેવાની કોશિશ સ્વીકાર્ય નથી.’ આતંકવાદ પર પાકિસ્તાનને સણસણતી ચોપડાવતા રવીશ કુમારે કહ્યું કે,’જો પાકિસ્તાન ખરેખર જમ્મુ-કાશ્મીરના લોકોના કલ્યાણ માટે યોગદાન આપવા ઈચ્છે છે તો તે સરહદ પારના આતંકવાદને ખતમ કરે અને હિંસા તેમજ દુષ્પ્રચારના અભિયાનને બંધ કરે.’

શું કહ્યું હતું ઈમરાન ખાને?

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે એક પછી એક ક્રમબદ્ધ ટ્વીટ કરીને ભારત સામે ઝેર ઓક્યું હતું. પાકિસ્તાની વડાપ્રધાને ભારત સરકાર દ્વારા જાહેર જમ્મુ-કાશ્મીર રી-ઓર્ગનાઈઝેશન ઓર્ડર 2020ની ટીકા કરતા આ વિસ્તારની ડેમોગ્રાફી એટલે કે ‘જનસંખ્યાને બદલવાની કોશિશ’ કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.