એન્ટી વાયરસ રીસર્ચ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો હતો કે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાાનિકોને કોરોના સામે લડવા માટેની દવાનું અસરકારક પરીક્ષણ કરવામાં સફળતા મળી ગઈ છે. આ દવા ૪૮ કલાકમાં કોરોનાનો નાશ કરવા સક્ષમ છે.
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનિકોએ લેબમાં એન્ટી પેરાસાઈટ ડ્રગ ઈવરમેક્ટિનનું પરીક્ષણ કર્યું હતું. એ દવાનો એક ડોઝ ૪૮ કલાકમાં કોરોનાને ખતમ કરી શકે છે. વિજ્ઞાનિકોએ કહ્યું હતું એ પ્રમાણે આ ડ્રગનો ઉપયોગ ઝીકા, ડેંગ્યુ, એચઆઈવી વગેરેમાં થાય છે, પરંતુ કોરોના સામે લડવામાં પણ તેની નોંધપાત્ર અસર જોવા મળી છે.
પરજીવીઓને ખતમ કરી શકતી આ દવા કોરોનાના કીટાણુંઓને ખતમ કરી શકે છે એ વાતે માનવજાતને નવી આશા જન્મી છે. અત્યારે કોરોનાએ આખી દુનિયા ઉપર કેર વર્તાવ્યો છે ત્યારે આ દવાથી અનેકાનેક દર્દીઓની સારવાર આગામી મહિનાઓમાં શક્ય બનશે.
લેબોરેટરીમાં તેનું સફળ પરીક્ષણ થયું હોવાથી હવે ક્લિનિકલ ટ્રાયલ થશે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવસટીના કાઈલી વેગસ્ટાફે તેમના સહાયકો સાથે મળીને આ પ્રયોગ સફળ બનાવ્યો હતો. તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે હ્મુમન બોડીમાં પણ આ દવા એટલી જ અસરકારક સાબિત થશે અને અસંખ્ય લોકોનો જીવ બચી જશે.
તેમણે ઉમેર્યું હતું એ આ દવા ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે. જ્યાં સુધી કોરોનો અક્સિર ઈલાજ દુનિયાને ન મળે ત્યાં સુધી જે દવાઓ ઉપલબ્ધ છે એનાથી જ રોગ મટાડવાની દિશામાં કામ કરવું પડશે. આ એન્ટિ પેરાસાઈટ દવા પણ આપણી માટે ઉપલબ્ધ જ છે એટલે તેનો ઉપયોગ અત્યારે વધારે સરળ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.