કાશ્મીરઃ 24 કલાકની અંદર સેનાનો બીજો પ્રહાર, પાંચ આતંકીઓ ઠાર

  • જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રવિવારે પાકિસ્તાની આતંકીઓ સાથે અથડામણના ષડયંત્રને નિષ્ફળ બનાવતા પાંચ આતંકીઓને ઠાર કર્યાં છે. કુપવાડાના કેરન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ઘુષણખોરી કરતા આ આતંકીઓને એલઓસીની પાસેના વિસ્તારમાં ઠાર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો, જ્યારે બે અન્ય જવાનને ઈજા પહોંચી છે. ભારે બરફવર્ષાને કારણે હાલ વિસ્તારમાં ફસાયેલા સેનાના જવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા નથી.

સેનાનો જવાન પણ શહીદ
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉતરી કાશ્મીરના કુપવાડામાં આતંકીઓની સાથે અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે બે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે .

સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યાં છે. આ એલઓપીથી ઘુષણખોરી કરવા આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સેનાએ કાશ્મીરમાં 9 આતંકીઓને ઢેર કર્યાં છે. તેમાંથી ચાર શનિવારે કુલગામમાં માર્યા ગયા હતા.

બરફ અને ધુમ્મસની આડમાં ઘુષણખોરી
કુપવાડામાં આજે અથડામણનો પાંચમો દિવસ હતો. બુધવારે આતંકીઓ એલઓસી પાર કરી ભારતના વિસ્તારમાં ઘુસી ગયા હતા. આતંકી બરફ અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને એલઓપી પર ઘુસવામાં સફળ રહ્યાં હતા. બુધવારે બપોરે સેનાના જવાનોએ આ આતંકીઓને ઘેરી લીધા બતા. અથડામણ પણ થઈ પરંતુ ધુમ્મસ અને વરસાદનો ફાયદો ઉઠાવી આતંકીઓ ઘેરાબંધી તોડી ભાગી નિકળ્યા હતા. સેનાએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ખરાબ હવામાનને કારણે ઓપરેશનમાં મુશ્કેલી
ગુરૂવારે અને શુક્રવારે હવામાન ખરાબ હતું. શનિવારે હવામાન સારૂ થવા સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હતું. સેનાએ ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. શનિવારે સાંજે જ્યારે સેનાના જનાનોએ આતંકીઓને ફરી ઘેર્યા ત્યારથી અથડામણ ચાલી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.