લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા એક જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં ટુ, થ્રી અને ફોર વ્હીલર જેવા ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તા.6 એપ્રિલ, સોમવારે મધ્યરાત્રિથી જાહેરનામાનો અમલ શરૂ થઈ જશે, અને 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે ગુનો નોંધાશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.
લૉકડાઉનની જાહેરાત છતાં લોકો વાહનો લઇ નીકળી પડે છે, જેના પગલે લોકડાઉનના કડક અમલીકરણ પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર શહેરમાં કોઈપણ વ્યક્તિ કારણ વગર ટુ, થ્રી વ્હીલર, ફોર વ્હીલર પર ફરી શકશે નહીં. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારીઓ તેમજ દૂધ- શાકભાજી અને કરીયાણું લેવા જતા લોકો જેવા નિયત કરેલા 27 કેટેગરીમાં આવતા લોકોને જ છૂટ આપવામાં આવી છે.
જેમાં, સુરત પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં
(1) સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, તિજોરી વિભાગ, જાહેર ઉપયોગિતા જેવી કે પેટ્રોલિયમ, સી. એન. જી., એલ. પી. જી, પી. એન. જી. સહિતની સેવાઓ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, વીજઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, પોસ્ટ ઓફીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી
(2) પોલીસ, હૌમગાર્ડ, સીવીલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જેલો.
(3) જીલ્લા વહીવટી અને ટ્રેઝરી વિભાગ,
(4) વીજળી અને પાણીની સ્વચ્છતા
(5) મ્યુનિ. કોર્પો. ના ફકત પાણીની સપ્લાય તેમજ સફાઇ જેવી આવશ્યક સેવાઓ માટે જરૂરી કર્મચારીઓ.
(6) જાહેર અને ખાનગી ક્ષેત્ર સહીતના તમામ તબીબી સંસ્થાઓ અને તેમના ઉત્પાદન, વિતરણ ઐકમો જેવાકે ડીસ્પેન્સરી, કેમિસ્ટ અને તબીબી ઉપકરણોની દુકાનો, પ્રયોગશાળાઓ / કલીનીકસ, નર્સિંગ હોમ્સ, એબ્યુલન્સ કાર્યરત રહેશે. તમામ મેડીકલ સ્ટાફ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ તથા અન્ય હોસ્પિટલ સંપર્ટ સેવાઓ માટે પરિવહનની મંજૂરી રહેશે.
(7) રેશનકાર્ડની દુકાનો (જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ની દુકાનો) સહિતની દુકાનો, ખાદ્યપદાર્થો, કરિયાણાવાળા, ફળો અને શાકભાજી, ડેરી અને દુધના બૂથ, માંસ અને માછલી, પશુ ઘાસચારા વાળા ફેરીયાઓ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડનાર હોમ ડીલીવરી કરતા માણસો.
(8) બેન્ક, વીમા કચેરીઓ અને એટીએમ.
(9) પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા.
(10) દુરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ અને કેબલ સેવાઓ અને આઇ. ટી. આધારિત સેવાઓ.
(11) ઈ – કોમર્સ દ્વારા ખોરાક, ફાર્માસ્યુટીકલ્સ, સાધનો સહિત તમામ આવશ્યક ચીજોની હોમ ડિલીવરી.
(12) પેટ્રોલ પંપ, એલપીજી, પેટ્રોલિયમ અને ગેસ, છૂટક અને સ્ટોરેજ ગોડાઉન.
(13) વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન અને વિતરણ એકમો અને સેવાઓ.
(14) સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા દ્વારા સૂચિત કેપીટલ અને ડેન્ટ માર્કેટ સેવાઓ.
(15) કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસીંગ સેવાઓ.
(16) ખાનગી સીકયુરીટી સેવાઓ.
(17) આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન એકમો તથા અન્ય ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરુર પડે છે. તેવા રાજય સરકારની મંજુરીથી ચાલુ રાખી શકાશે.
(18) આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટેના વાહનો.
(19) ફાયર વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા અને ઇમરજન્સી સેવાઓ.
(20) હોટલો, હોમસ્ટેઝ, લોજ અને મોટેલ જેમાં લોક ડાઉનના કારણે અટવાયેલા પ્રવાસીઓ અને વ્યકિતઓ રોકાયેલ છે તે ઉપરાંત જેમાં મેડિકલ અને ઇમરજન્સી સ્ટાફ, હવાઇ – દરિયાઈ સેવા માટેના સેફ રોકાયેલ છે,
(21) કવોરોન્ટાઇન માટે ઉપયોગમાં લેવાયેલ સંસ્થાઓ
.(22) અંતિમ સંસ્કારના કિસ્સામાં, 20 જેટલા વ્યકિતઓ ભેગા થઇ શકે તે માટે પરવાનગી આપી શકાય છે.
(23) દુધ, કરિયાણું, શાકભાજી જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા નીકળેલ વ્યકિતઓ તથા દવા અને તબીબી સારવાર માટે નીકળેલ વ્યકિતઓ.
(24) કલેકટરશ્રી, સુરત શહેરનાઓ તરફથી અપવાદ હેઠળ પાસ ધરાવતી વ્યકિતઓ.
(25) કૃષિ મશીનરીની દુકાનો તેને સંબંધિત સ્પેર પાર્ટસ (સપ્લાય ચેઇન સહીત) અને તેની મરામત સંબંધિત દુકાનો ખુલી રેહશે.
(26) હાઇ – વે પર ની તથા પેટ્રોલ પંપ પર ની ટ્રક રીપેરની દુકાનો.
(27) ચા ઉદ્યોગ, રોપણ પ્રક્રિયામાં વધુમાં વધુ 50 ટકા મજુરો રોકાયેલ હોય, આમ કુલ 27 પ્રકારની અપવાદરૂપ સેવાઓને છૂટ અપાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.