ચીને પહેલા કોરોના ફેલાવ્યો પછી 400 કરોડ માસ્ક વેચી કરોડોની કમાણી કરી

ચીનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, જે બાદમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ ઝડપથી ફેલાઇ ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીને માસ્ક વેચી વ્યાપાર કરવાનું શરૂ કરી દીધુ છે. ચીને કહ્યું છે કે અમે વિશ્વમાં ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા છે. જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે જ ચીનમાં માસ્કનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. ચીનમાં હાલ ૧૦ હજાર જેટલી ફેકટરીમાં માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે.

ચીનના જણાવ્યા અનુસાર તેણે વિશ્વમાં આશરે ૪૦૦ કરોડ માસ્ક વેચ્યા, આ ઉપરાંત કોરોના સામે મહત્વના ગણાતા ૧૬ હજાર વેન્ટીલેટરનું પણ વેચાણ કર્યું.

જ્યારે ૩૭.૫ મિલિયન એવા કપડા અને વસ્તુઓ મોકલી કે જે વાઇરસથી સુરક્ષા આપવામાં મદદરુપ થાય. કોરોનાને ચકાસવા માટે અતી જરુરી ગણાતી ટેસ્ટિંગ કિટનું વેચાણ પણ કર્યું, આવી આશરે ૨.૮૪ મિલિયન કિટ વેચી છે.

આ જાણકારી ચીનના કસ્ટમ અધિકારી જિન હેઇએ આપી હતી, તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ૫૦ દેશોમાંથી માસ્ક, વેન્ટિલેટર જેવા મેડિકલ સામાનનો ઓર્ડર આવ્યો હતો. અત્યાર સુધીમાં જે મેડિકલ સામાન વેચ્યો તેનાથી ચીને ૧.૪ અબજ ડોલરની કમાણી કરી લીધી છે.

ગત સપ્તાહે આ દેશોની સરકારે પણ કહ્યું હતું કે ચીને જે માસ્ક મોકલ્યા છે તેની ક્વોલિટી અત્યંત નબળી કક્ષાની છે. જોકે ચીને કહ્યું હતું કે અમારે ત્યાં અલગ અલગ પ્રકારના માસ્કનો ઉપયોગ થાય છે જેવી માગણી કરી તેવા આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.