કોરોનાના કારણે આખા દેશને લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી છે. જોકે તેની ઈકોનોમી પર પડનારી અસરને લઈને દેશના ઈન્ડસ્ટ્રિયલ સંગઠન સીઆઈઆઈ( કોન્ફિડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝ)દ્વારા અત્યંત ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે.
સીઆઈઈ દ્વારા કરાયેલા એક સર્વે પ્રમાણે ડીમાન્ડમાં ઘટાડાના પગલે મોટાભાગની કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. જેનાથી કર્મચારીઓની નોકરીઓ પર ખતરો છે. કંપનીઓની એપ્રિલથી જુન ક્વાર્ટરની આવકમાં અને અગાઉના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરની આવકમાં 10 ટકાનો ઘટાડો થવાની આશંકા છે.
ઘરેલુ કંપનીઓની આવકમાં ઘટાડાની અસર દેશના ગ્રોથ રેટ પર પડવાની છે અને 52 ટકા લોકો નોકરી ગુમાવી શખે છે. 47 ટકા કંપનીઓ એવી છે જેમાં 15 ટકા કર્મચારીઓની છટણી થશે.
80 ટકા કંપનીઓનુ કહેવુ છે કે, અમારો સામાન હાલમાં એમને એમ પડયો છે. બીજી તરફ 40 ટકા કંપનીઓનુ કહેવુ છે કે, લોકડાઉન પુરૂ થયાના એક મહિના સુધી તેમનો સ્ટોક પડ્યો રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.