કોરોના પોઝિટિવ આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડવાની ફીરાકમાં છે પાકિસ્તાન

કોરોનાની મહામારીનો ઉપયોગ પણ પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા કરવા માંગે છે. પાકિસ્તાની આ મેલી મુરાદનો પર્દાફાશ સેનાએ કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં તૈનાત પાકિસ્તાની સેનાના સૈનિકોમાં કોરોના ફેલાયો છે. 41 પાક સૈનિકો તેનાથી પ્રભાવિત છે. તેમને એલઓસી પાસેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેની સાથે સાથે બીજા 800 પાક સૈનિકો પણ કોરોના પોઝિટિવ છે.

ભારતીય સેનાને મળેલા અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સેના થકી ભારતમાં ઘૂસણખોરી કરવા માંગતા આતંકીઓમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે. તેમને સારવાર આપવાની જગ્યાએ પાક સેના ભારતમાં ઘૂસાડવાની ફીરાકમાં છે.

આતંકીઓને  કહેવામાં આવી રહ્યુ છે કે  હવે તમારુ બચવુ તો શક્ય નથી એટલે મોટી આતંકી ઘટનાને અંજામ આપીને મરો. સેનાને એ પણ ચિંતા છે કે, જો કોઈ કોરોના પોઝિટિવ આતંકી કાશ્મીરમાં ઘૂસ્યા તો કાશ્મીરમાં કોરોના વધારે પ્રસરી શકે છે.

સેનાએ લોકોને આતંકીઓને આશરો કે ભોજન નહી આપવા અપીલ કરી છે. કારણકે તેઓ કોરોનાના દર્દીઓ હોઈ શકે છે.

આ વખતે ઉનાળામાં કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાન પૂરજોશમાં પ્રયાસો કરે તેમ મનાઈ રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.