કોરોનાની અસર ભારતના આ અંતરિક્ષ મિશન પર પડી

રૂસમાં ગગનયાનના ચાર ભાવિ અંતરિક્ષ યાત્રીઓની તાલિમને કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. જ્યાં આ અંતરિક્ષ યાત્રીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો, તે સેન્ટરને કોરોનાની મહામારીના લીધે બંધ કરી દેવામાં આવ્યું છે. સોમાવારે તેના જાણકારી આપવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના ચાર પાયલટોને ભારતના ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનાથી આ તમામ પાયલટોને મોસ્કો

યૂએ ગાગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ સેન્ટરમાં અભ્યાસ ચાલી રહ્યો હતો.

સુત્રોએ જાણકારી આપી કે ગત અઠવાડિયે સ્ટડી સેન્ટરને કોરોના વાઈરસ મહામારીના લીધે બંધ કરી દેવામાં આવ્યું. દરેક અંતરિક્ષ યાત્રી ઠીક છે. હાલ તેઓ હોટલમાં રોકાયા છે. સેન્ટરને મહિનાના અંત સુધીમાં ફરીથી ખોલી દેવામાં આવશે.

સુત્રોએ જાણકારી આપી કે, સ્ટડી પ્રોગ્રામ 12 મહીના સુધી ચાલવાનો છે પરંતુ તેમણે ઈમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં

રાખીને અભ્યાસ ત્રણ મહિનાનો અભ્યાસ વધારા તરીકે રાખ્યો હતો. નોંધનીય છે કે, અંતરિક્ષમાં ભારતના પહેલા માનવયુક્ત મિશન ગગનયાન 2022 આસપાસ યોજનાબદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.