કોરોના સામે લડવા અમેરિકાની સહાય એજન્સી ભારતને 29 લાખ ડોલરની સહાય કરશે

કોરોના મહામારી સામે લડવા માટે અમેરિકાની સરકારે તેની સહાય એજન્સી યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ(યુએસએઆઇડી) દ્વારા ભારતને ૨૯ લાખ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.

ભારત સ્થિત અમેરિકાના દૂતાવાસ કેન્નેથ જસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ભંડોળથી ભારતને કોરોના સામે અસરકારક રીતે લડવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે યુએસએઆઇડી દ્વારા અમેરિકાની સરકાર, સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન

સીડીસી) અને સંલગ્ન એજન્સીઓ કોરોના સામે લડવા માટે ભારતને શક્ય તમામ મદદ કરી રહી છે.

અમેરિકાના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના એક વૈશ્વિક મહામારી છે અને તમામ દેશોએ સાથે મળીને જ તેની સામે લડવાનું રહેશે.

અમેરિકાના દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે આ ફંડના કારણે કોરોનાને અટકાવવામાં ભારત સરકારને મદદ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.