જમ્મુમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, બસ સ્ટેન્ડ પર ઊભેલી બસમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળ્યો

જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે એક બસમાંથી વિસ્ફોટક મળી આવ્યો છે. આ વિસ્ફોટક કેટલા પ્રમાણમા છે અને કઈ બસમાંથી મળ્યો છે તે અંગેની જાણકારી હજુ મળી શકી નથી. 

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે એક બસમાંથી વિસ્ફોટક મળી આવ્યો છે. છેલ્લે મળતી માહિતી મુજબ બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો હતો. 

આ બાજુ આજે સવારે જ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને એકવાર ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતીય વિસ્તારોને નિશાન બનાવ્યાં. પાકિસ્તાને શાહપુર કેરની સેક્ટરમાં મોર્ટાર છોડ્યાં. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. 

અત્રે જણાવવાનું કે 28 સપ્ટેમ્બરના રોજ માત્ર 3 કલાકની અંદર જમ્મુ અને કાશ્મીરમાં 3 આતંકી હુમલા થયા હતાં. ગાંદરબલમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને માર્યા હતાં. શ્રીનગર અને ડોડામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આતંકી હુમલા બાદ ડોડામાં સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી અને આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચલાવવામાં  આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.