નવી દિલ્હી, 7 એપ્રિલ 2020 મંગળવાર
રાજધાની દિલ્હીમાં એક શખશે તબલીગી જમાતની પ્રવૃતિઓ પર તાત્કાલીક અસરથી સંપુર્ણ પ્રતિબંધ લગાવવાનાં અનુરોધ સાથે સુપ્રિમ કોર્ટનાં વડા ન્યાયાધિશ એસ એ બોબડેને મંગળવારે અરજી મોકલી છે.
દિલ્હીમાં નિવાસ કરતા અજય ગૌતમએ આ અરજીમાં ભારતમાં મરકઝનાં ઓઠા હઠળ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનાં કથિત ષડયંત્રનો આરોપ લગાવ્યો છે, અને તેની તપાસનું કામ કેન્દ્રીય તપાસ એજન્સીને સોપવાનાં નિર્દેશ કેન્દ્ર અને દિલ્હી સરકારને અનુરોધ કર્યો છે.
ગૌતમે દિલ્હી નગર નિગમ કાનુનની જોગવાઇ અનુસાર આ જમાતનાં નિઝામુદ્દીન સ્થિત ઇમારતને તોડી પાડવાનાં હુકમ દિલ્હી સરકારને આપવાનો અનુરોધ કર્યો છે, ગૌતમે આ પત્ર અરજીને રીટ અરજી સ્વરૂપમાં વિચાર કરવાનો અનુરોધ વડા ન્યાયાધીશને કર્યો છે.
આ પત્રમાં પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રનાં એ અધિકારીઓ વિરૂધ્ધ કઠોર કાર્યવાહી કરવાનાં હુકમ આપવાનો પણ અનુરોધ કરાયો છે કે જે 50થી વધું વ્યક્તીઓ એક સ્થાને એકત્રિત થવા સંબંધિત દિલ્હી સરકારનાં આદેશોનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.