કોરોના મહામારીએ દુનિયાની સમક્ષ મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. ભારત પણ આની અસરથી બાકાત નથી. દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના દર્દીઓના આંકડા સતત વધી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 5000 થઈ ચૂકી છે. મૃતકોનો આંકડો 149 સુધી પહોંચી ગયો છે. જોકે, 402 દર્દી કોરોનાને માત આપીને ઘરે પહોંચી ચૂક્યા છે.
ASI ને પણ કોરોના પોઝિટીવ
દિલ્હી ટ્રાફિક પોલીસના ASI પણ કોરોના સંક્રમણનો શિકાર થઈ ગયા છે. તાવ આવ્યા બાદ ગયા અઠવાડિયે જ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 7 એપ્રિલે આવેલી રિપોર્ટમાં તે કોરોના પોઝિટીવ નીકળ્યો. તેને એઈમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
ફ્લોર લીડર્સ સાથે વાત કરશે PM મોદી
કોરોના સંકટ પર PM મોદી આજે જુદી-જુદી પાર્ટીના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ કે પીએમ મોદી આજે તે પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાત કરશે. જેમના બંને સદનોમાં પાંચથી વધારે સાંસદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.