સુરતના અનેક વિસ્તારો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને લોકડાઉનનો પોલીસ પણ કડકાઇથી અમલ કરાવી રહી છે તેમ છતાં લોકો કોરોનાના કોઇપણ જાતના ભય વગર મોકો મળે એટલે ટોળે વળી જાય છે અને શાકભાજી કે કરિયાણું લેતી વખતે પણ એકબીજાથી દૂર રહેવાની વાત પર ધ્યાન આપતા નથી તેના કારણે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આજે પણ સુરતમાં કોરોનાનો વધુ એક કોરોના કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. સુરતની વાત કરીએ તો અત્યારસુધીમાં કુલ 239 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જેમાં 22 પોઝિટિવ છે અને 211નો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે જ્યારે 7 કેસ પેન્ડિંગ છે.આ પહેલા મંગળવારે રાંદેર વિસ્તારમાં વધુ બે અને બેગમપુરામાં એક મળી કુલ ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને રાંદેર વિસ્તારમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતાં આ બંને વિસ્તારો કોરોના માટે સુરતનું એપી. સેન્ટર સાબિત થઇ રહ્યા છે.સુરતમાં કોરોના વાયરસના ભરડામાં બે જણાનો ભોગ લેવાયા બાદ ધીરે ધીરે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ આજે સોમવારે પણ વધુ ત્રણ દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ન્યુ રાંદેર રોડ (ગોરાટ રોડ) પરની અલ અમિન રેસિડેન્સીમાં રહેતા બાવન વર્ષના અહેસાન રશીદ ખાન અને રાંદેર વિસ્તારમાં જ ન્યૂ રાંદેર-ગોરાટ રોડ પર 75, બાગે રહેમત નામના મકાનમાં રહેતા 45 વર્ષની મહિલા યાસમીન અબ્દુલ કાપડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરમાં લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યા હોવાનો સીધો સંકેત નજરે પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.