કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. કુલ મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. અમદાવાદની ચિંતાજનક સ્થિતિ જોતા મધ્ય ઝોનના 6 વોર્ડને બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે પત્રકાર પરિષદમાં અમદાવાદની સ્થિતિ અને શહેર કોટડામાં વધતા કોરોના કેસો પર મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે સાઉથ કોરિયામાં જે રીતે કામ થયું તે જ રીતે કામ થઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. જેટલા પણ ગેટ છે ત્યાં કોરોના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દરેકની ચકાસણી થઈ રહી છે. કાલુપુર શાકમાર્કેટ અને બજાર બંધ કરાયા છે. આખી રાત આ ઓપરેશન ચાલ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જરૂરી રસ્તાઓ પર બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. 13 જગ્યાએ કોરોના ચેકપોસ્ટ બનાવી છે. 12000 લોકોને ચેક કરાયા છે. 700થી વધુ ટીમો ડોર ટુ ડોર તપાસ કરી રહી છે. આવનારા સમયમાં મેગા સર્વેલન્સ હાથ ધરાશે. તેમણે સૌથી મોટી વાત એ કરી કે કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોની આવતી કાલથી તપાસ શરૂ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.