યુપી સરકારનો મોટો નિર્ણય, 15 જિલ્લાઓ સંપૂર્ણપણે સીલ

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે મોટો નિર્ણય લઈને યુપી સરકારે 15 જિલ્લા સીલ કરી દીધા છે. જેમાં રાજધાની લખનૌ અને એ જિલ્લાનો સમાવેશ થાય છે જ્યાં તબલિગી જમાતના લોકોના સંપર્કમાં આવ્યા બાદ બીજા લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

બુધવારે રાતે 12 વાગ્યાથી 13 એપ્રિલ સુધી આ જિલ્લા સીલ રહેશે. સરકારે જે જિલ્લાઓને સીલ કર્યા છે તે તમામ ઘરોમાં સેનિટાઈઝેશન કરાશે.જરુરિયાતની વસ્તુઓની ડિલિવરી સરકાર દ્વારા જ કરાશે.આ તમામ જિલ્લા એવા છે જે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે.

13 એપ્રિલે સ્થિતિની સમીક્ષા કરાશે અને એ બાદ આગળનો નિર્ણય લેવાશે. આ દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવાની પણ પરવાનગી નહી હોય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.