વડોદરામાં 6, ભાવનગરમાં 4 અને સુરતમાં 1 મળી ગુજરાતમાં નવા 11 કેસ, કુલ કેસ 186

ગુજરાત કોરોના ત્રીજા સ્ટેજમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર કોરોના કેપિટલ બની રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે આજે રાહતના સમાચાર એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો ન હતો જ્યારે વડોદરા, ભાવનગર અને સુરતમાં કુલ મળીને નવા ૧૧ કેસો નોંધાયા હતા. આમ સરવાળે કોરોનાના કેસમાં થોડી બ્રેક લાગી હોય તેવું જણાયું છે જેથી રાજ્ય આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે.

અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ૮૩ સુધી પહોંચ્યો છે જેના પગલે સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ૧૩ જેટલી ચેક પોસ્ટ ઊભી કરી અવરજવર કરતા તમામ લોકોનું થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ૭૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘેરઘેર સર્વે હાથ ધરી સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. આમ સઘન સર્વે ઉપરાંત. લોકડાઈનનો  કડક અમલ કરતા તેનું આંશિક પરિણામ જોવા મળ્યું છે.  છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો છે

હજુ ચિંતાજનક વાત એ છે કે ૧૮૬ કેસો પૈકી ૧૨૧ જણાંને સ્થાનિક સંપર્કના કારણે ચેપ લાગ્યો છે. આ કારણોસર રાજ્ય સરકારે લોકડાઉન્નનો કડક અમલ કરવાનું નક્કી કર્યું છે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં. રાજ્યમાં જ્યાં કોરોનનના કેસોનું પ્રમાણ વધુ છે તેને હોટ સ્પોટ  જાહેર કરી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે રાહતના સમાચાર એ છે કે આજે જેટલા પણ કોરોનાના કેસો નોંધાયા છે તે તમામ કેસો હોટસ્પોટમાંથી જ મળી આવ્યા છે એટલે કે નવા વિસ્તારોમાં કોરોના પ્રસર્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.