રાજ્યમાં કોરોના વાઇરસે કુદકેને ભૂસકે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 50 કેસ એકલા અમદાવાદમાં જાહેરકરાયેલા હોટસ્પોટ વિસ્તારના છે.
આ સાથે રાજ્યમાં કોરોના કુલ પોઝિટિવ કેસ 241 થવા પામ્યા છે.
55માંથી 50 અમદાવાદમાં હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારમાંથી છે. જ્યારે સુરતમાં 2, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે.
આ સાથે અમદાવાદમાં કોરોનાના 133 કેસ પોઝિટિવ થયા છે. જ્યારે કોરોનાથી અમદાવાદમાં SVP હોસ્પિટલમાં એક 48 વર્ષિય પુરૂષનું મોત પણ થયુ છે. ટેસ્ટિંગમાં વધારો કરતા વધુ કેસ નોંધાયા છે. હોટસ્પોટ વિસ્તારમાંથી વધુ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં નવા 55 કેસોની વિગત
અમદાવાદ 50 કેસ
સુરત 02 કેસ
દાહોદ 01 કેસ
આણંદ 01 કેસ
છોટાઉદેપુર 01 કેસ
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે..પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.