કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દવા લેવા નીકળતા લોકોને અટકાવી પોલીસ દ્વારા પત્રિકા આપવામાં આવી રહી છે. આ પત્રિકામાં 5 જેટલી અલગ અલગ મેડિકલ સ્ટોરના નામ અને નંબર આપવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ આ મેડિકલ સ્ટોરમાં ઓર્ડર કરી ઘર બેઠા દવા મેળવી શકશે. આ નિર્ણયથી દવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવી શકાશે. પોલોસે 5 જેટલી મુખ્ય મેડિકલ સ્ટોર ધારકો સાથે આ મામલે બેઠક કરીને આ નિર્ણય લીધો છે.
રાજકોટમાં IMA દ્વારા પર્સનલ પ્રોટેક્શન ઈકયુપમેન્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. ડોકટર તથા પેરામેડીકલ સ્ટાફને મદદરૂપ થાય એ માટે આવી કીટ તૈયાર કરવામાં આવી છે. IMA દ્વારા આ કીટ ‘નહિ નફો નહિ નુકશાન’ની કિંમત થી ગુજરાતમાં તમામ જગ્યાએ વિતરણ કરવામાં આવશે. બજારમાં આ કીટ 1500 થી 2000 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે, જે IMA દ્વારા 500 થી 600 રૂપિયા માં આપવામાં આવશે.
રાજકોટમાં આજે ગુરુવારે 68 શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 65 જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 1 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ 37 પુરુષ અને 31 મહિલાના સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં કોરોનાના કુલ 11 પોઝિટિવ દર્દીઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.