દુનિયાભરમાં કોરોના વાયરસનો કોહરામ યથાવત છે. દુનિયાના 192 દેશોમાં પહોંચેલા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે.
જાણકારી પ્રમાણે દુનિયામાં હાલમાં કોરોનાના 15.02 લાખ દર્દીઓ છે. કોરોનાએ દુનિયામાં 87000 લોકોનો ભોગ લીધો છે.
દુનિયામાં અત્યારે સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે.જ્યાં એક જ દિવસમાં 1973 લોકોના મોત થયા છે. હવે અમેરિકામાં મરનારાની સખ્યા 14000ને પાર કરી ગઈ છે. અમેરિકામાં મોતને આંક સ્પેન કરતા વધી ગયો છે. જ્યારે ઈટાલીમાં 17699 લોકોના મોત થઈ ચુક્યા છે.
ચીનમાં પણ ફરી એક વખત કોરોના દર્દીઓ જોવા મળતા દહેશત વધી ગઈ છે. બીજી તરફ યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ પર આજે રાતે ચર્ચા થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.