અરૂણ જેટલીના પરિવારે પૅન્શન લેવાનો ઇન્કાર કર્યો, જણાવ્યું આ કારણ

નવી દિલ્હી : પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી (Arun Jaitley)ના પરિવારે તેમના મૃત્યુ બાદ મળનારું પૅન્શન દાન કરી દીધું છે. દિવંગત નેતાની પત્ની સંગીતા જેટલીએ આ વિશે રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)ને પત્ર લખ્યો છે. સંગીતા જેટલીએ પોતાના પતિનું પૅન્શન એ કર્મચારીઓને દાન કરવા માટે કહ્યું છે જેમનો પગાર ઓછો છે. જેટલી પરિવારના નિર્ણય બાદ હવે તેમનું પૅન્શન રાજ્યસભાના ઓછા પગારવાળા કર્મચારીઓને આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે, પૅન્શન રૂપે પરિવારને વાર્ષિક લગભગ 3 લાખ રૂપિયા મળતા.

અરૂણ જેટલીના પરિવારમાં પત્ની સંગીતા જેટલી ઉપરાંત દીકરી સોનાલી અને બહેન રોહન છે. આ બંને પોતાના પિતાની જેમ વકીલ છે. વકીલાતમાં આ જેટલી પરિવારની ત્રીજી પેઢી છે. અરૂણ જેટલી વકીલાત અને રાજનેતાની સાથોસાથ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના અધ્યક્ષ પણ રહ્યા.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 24 ઑગસ્ટે દિલ્હીની એઇમસમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જેટલી ઘણા લાંબા સમયથી એક પછી એક બીમારીથી લડી રહ્યા હતા. તેના કારણે જ લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ પીએમ મોદી (Narendra Modi)ને પત્ર લખી કેબિનેટમાં સામેલ ન કરવાની વિનંતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.