કોરોનાના વધી રહેલા દર્દીઓ વચ્ચે ઓરિસ્સા સરકારે દેશમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દીધુ છે. આમ કરનાર તે દેશનુ પહેલુ રાજ્ય બન્યુ છે.
લોકડાઉન લંબાવાશે કે કેમ તેના પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે ઓરિસ્સા સરકારે આજે લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત પણ કરી દીધી હતી.
હવે એવુ મનાય છે કે, અવઢવમાં મુકાયેલા બીજા રાજ્યો પણ ઓરિસ્સાને અનુસરીને જાહેરાત કરી શકે છે. આ પહેલા એવુ મનાતુ હતુ કે, શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ બેઠક યોજશે અને તે પછી આ અંગે નિર્ણય થશે.
- જોકે ઓરિસ્સાએ સ્થિતિની ગંભીરતા જોતા રાહ જોવાનુ મુનાસિબ નથી સમજ્યુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.