Covid-19: સાઉદી અરબનાં શાહી પરિવારનાં 150 સભ્યો કોરોના પોઝિટિવ

કોરોના વાયરસથી સામાન્ય કે ખાસ કોઈ બચ્યું નથી. સામાન્ય વ્યક્તિ હોય કે ફિલ્મ કલાકાર કે પછી મોટા રાજકીય નેતાઓ, બધાને કોરોના વાયરસે પોતાની પકડમાં લઈ લીધા છે.

હવે, સાઉદી અરેબિયાથી અહેવાલ આવી રહ્યા છે કે શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાનું જણાયું છે, તે પછી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઈસોલેશનમાં જતા રહ્યા છે.

કિંગ ફૈસલ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર શાહી પરિવારની સારવારમાં લાગેલા છે અને હોસ્પિટલ 500 વધારે બેડ તૈયાર કરી રહી છે, કેમકે ત્યાં કોરોનાનો ખતરો વધી ગયો છે. હોસ્પિટલે જણાવ્યું કે, ‘સમગ્ર દેશથી આવતા વીઆઈપી દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’

ટાઈમ મેગેઝિન મુજબ, હોસ્પિટલે ડોક્ટરોને હાઈ એલર્ટ મેસેજ મોક્લોય હતો. સંદેશમાં કહેવાયું હતું કે, તેમને ખબર નથી કે કેટલા કેસ તેમની પાસે આવશે, પરંતુ બધા દર્દીઓને હટાવી દેવાશે અને માત્ર ઈમરજન્સી કેસને જોવામાં આવશે, જે શાહી પરિવાર સાથે જોડાયેલા છે.

રિયાધની આ ટોપ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સ્ટાફને રહેવા દેવામાં આવશે નહીં, જેથી રૂમોને શાહી સભ્યો માટે સુરક્ષિત રાખવામાં આવી શકે.

બીજી તરફ, 84 વર્ષના શાહ સલમાન જેદ્દા નજીક આઈસોલેશનમાં જતા રહ્યા છે, જ્યારે કે ક્રાઉન પ્રિન્સ સલમાને લાલ સાગર કિનારે દૂરના વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.