કોરોના વાઇરસ : ફેક ન્યૂઝથી ગરીબ મુસલમાનોની મુશ્કેલી કઈ રીતે વધી રહી છે?

કર્ણાટકના બાગલકોટની ઘટનાઃ ત્રણ માછીમારોને 10-15 લોકો ઘેરી લે છે. માછીમારો હાથ જોડીને કરગરે છે. લોકો સ્થાનિક ભાષામાં બરાડે છેઃ “તેમને અડશો નહીં. આ લોકો કોરોના ફેલાવી રહ્યા છે.”

ઉત્તરાખંડના હલ્દવાનીની ઘટનાઃ “જાવેદભાઈ, તમે તમારી રેંકડી અહીંથી ઉઠાવી લો અને ફરી અહીં રેંકડી રાખશો નહીં. તમારા લોકોથી બહુ મુશ્કેલી પડી રહી છે. આ લોકો જ બીમારી ફેલાવી રહ્યા છે. ઉઠાવો…ઉઠાવો… રેંકડી તમારી.”

ગત દિવસોમાં દેશના બે હિસ્સામાં બનેલી આ ઘટનાઓ છે. આવી અનેક ઘટનાઓના સમાચાર અને વીડિયો બહાર આવ્યા છે.

કોરોનાના ચેપ અને લૉકડાઉનને કારણે દેશભરમાં લોકો પરેશાન છે. ખાસ કરીને ગરીબ મજૂરો તથા નાના દુકાનદારોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત દિવસોમાં પૂર્વોત્તર ભારતના લોકોને ત્રાસ આપવાની કેટલીક ઘટનાઓ પણ બહાર આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.