મુંબઈઃ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ ની ચેઇન તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 21 દિવસના લૉકડાઉનની જાહેરાતની કેટલાક લોકો પર કોઈ અસર જોવા નથી મળી રહી. મળતી માહિતી મુજબ લૉકડાઉનના તમામ નિયમોને બાજુમાં મૂકી DHFL મામલા સાથે જોડાયેલા કપિલ વાધવાન સહિત 22 લોકો મહાબળેશ્વર પહોંચી ગયા. આ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. આ લોકોની પાસે મહારાષ્ટ્રના ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાનો એક પત્ર છે જેમાં તેમને ફેમિલી ઇમરજન્સીનો હવાલો આપતાં મહાબલેશ્વર જવાની મંજૂરી આપવામાં આવી છે.
કપિલ વાધવાન સહિત 22 લોકો આવી રીતે એકાએક મહાબલેશ્વર પહોંચવાનો મામલો જેવો મીડિયાની સામે આવ્યો તો વિપક્ષ તરફથી ઉદ્ધવ સરકાર પર ઉગ્ર હુમલો કરવામાં આવ્યો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ પર સવાલ ઊભા કર્યા.
આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું કે, વાધવાન બંધુને સરકાર તરફથી જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સરકાર તરફથી જાહેર એક પત્રમાં કહેવામાં આવ્યું કે વાધવાન પરિવારમાં કોઈ ફેમિલી ઇમરજન્સી છે, જેના કારણે તેમને મહાબલેશ્વર જવાની મંજુરી આપવામાં આવે. જોકે, તપાસમાં એવી કોઈ પણ ઇમરજન્સીની હજુ સુધી જાણ નથી થઈ.
આ સંબંધમાં જ્યારે પોલીસે વાધવાન બંધુઓ સાથે મહાબલેશ્વર આવવાનું કારણ પૂછ્યું તો તેમના તરફથી વધુ એક પત્ર દર્શાવવામાં આવ્યો. આ પત્ર મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ) અમિતાભ ગુપ્તાનો હતો, જે 8 એપ્રિલે લખવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.