સુરત શહે્રમાં પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુરૂવારે સુરતમાં એક પણ પોઝીટીવ કેસ નોંંધાયો ન હતો. જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તેનો મતલબ એ નથી થતો કે, સુરત શહેરમાં કોરોનાનું કોઈ સંકટ નથી. સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ખાસ કરીને રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોરોનાનો ખતરો વિશેષ છે. અને જેને પગલે તંત્ર દ્વારા રાંદેર ઝોનના અમુક વિસ્તાર તેમજ સેન્ટ્રલ ઝોનના અમુક વિસ્તારને માસ કોરેન્ટાઈન જાહેર કર્યો છે. અને અહી લોકો કામ વગર બહાર નીકળશે તો તેઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ છતાં રાંદેર ઝોનમાં લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર શાક માર્કેટમાં ભીડ જોવા મળી રહી છે. રાંદેર વિસ્તારમાં કોરોનાના કુલ શહેરના 35 ટકા કેસો સામે આવ્યા છે. તેમજ રાંદેર વિસ્તારમાં કોરોનાને પગલે એક મોત પણ થઈ ચુક્યું છે. તેમ છતાં રાદેર રોડ પર આવેલા પાલનપુર શાક માર્કેટમાં કોઈ અસરકારક પગલા લેવામાં આવી રહ્યા નથી. રાંદેરમાં કોરોનાના પોઝીટીવ કેસો વધુ છે ત્યારે અહી બફર ઝોન જાહેર કરી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે તેમ છતાં લોકો શાકભાજી લેવા માટે ભીડ કરી રહ્યા છે. અને સોશીયલ ડિસ્ટનસીંગનું પણ પાલન કરી રહ્યા નથી. જેથી હવે તંત્ર શું રૂખ અપનાવે છે તે જોવું રહ્યું!!
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.