નેપાળ બોર્ડર પરથી ભારતમાં કોરોના ફેલાવવા 40 થી 50 લોકોને ઘૂસાડાયા

  • ભારતમાં કોરોના ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે બિહારના પશ્ચિમી ચંપારણ્ય જિલ્લાના કલેક્ટર કુંદન કુમારે પોતાના પત્રમાં સ્ફોટક ખુલાસો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે પોલીસ અને બીએસએફને સંબોધીને લખેલા પત્રમાં કહયુ છે કે, ભારતની સીમાની બીજી તરફથી ભારતમાં કોરોના ફેલાવવા માટે

40 થી 50 લોકોને મોકલવામાં આવ્યા છે. આ તમામ લોકોને જાલિમ મુખીયા નામના વ્યક્તિએ ભારત મોકલ્યા છે. જાલિમ મુખ્યા નેપાળમાં પારસા જિલ્લાનો રહેવાસી છે અને હથિયારોનો કુખ્યાત દાણચોર છે. આ તમામને જાલીમ મુખિયાએ નેપાળ બોર્ડર પરથી ભારતમાં દાખલ કરાવ્યા છે. માટે સરહદ પર ચોકસી વધારવી જરુરી છે.

આ પત્ર સામે આવ્યા બાદ સરકારના ગૃહ સચિવે કહ્યુ છે કે, તમામ બાબતોની તપાસ થઈ રહી છે અને કેન્દ્ર સરકારને પણ આ જાણકારી અપાઈ છે. અમે એલર્ટ જાહેર કરી દીધો છે અને જે જાણકારી મળી છે તે પ્રમાણે શંકાસ્પદ લોકો હજી ઘુસ્યા નથી પણ ઘુસવાની ફિરાકમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.