દુનિયાનો એવો દેશ જે કોરોનાને બીમારી માનવા તૈયાર નથી, માસ્ક પહેરવા પર પ્રતિબંધ!

  • કોરોનાએ આખી દુનિયામાં કહેર મચાવ્યો છે ત્યારે દુનિયાનો એક દેશ એવો છે જે કોરોનાને બીમારી માનવા જ તૈયાર નથી. આ દેશે તો કોરોના શબ્દ પર પણ બેન મુકી દીધો છે.ઈરાનની સરહદને અડીને આવેલા તુર્કમેનિસ્તાન દેશે આ પ્રકારનુ વલણ અપનાવીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. ખાસ કરીને ઈરાનમાં કોરોનાના પગલે સેંકડો લોકોના મોત થયા હોવા છતા તુર્કમેનિસ્તાનની સરકાર કોરોનાને બીમારી માની રહી નથી. દેશના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બેયરડેમુકામેડોવે તો માસ્ક પહેરવા પણ બેન મુક્યો છે.

    ઉત્તર કોરિયાના કિમ જોંગ જેવા ભેજાગેપ શાસક પુરવાર થઈ રહેલા ગુરબાંગુલીના જાસૂસો પણ લોકો વચ્ચે ફરે છે. જો કોઈ કોરોનાની ચર્ચા કરે તો તેને જેલમાં મોકલી દે છે. ગુરબાંગુલીએ લોકોને બીમારીથી બચવા માટે હરમાલા નામનો છોડ જાહેર સ્થળોએ લગાવવા માટે કહ્યુ છે.કોરોનાની જગ્યાએ શ્વાસની બીમારી એમ કહેવા લોકોને સૂચના અપાઈ છે.

    આ દેશે સત્તાવાર રીતે એક પણ કોરોનાનો કેસ નહી નોંધાયો હોવાનુ જાહેર કર્યુ છે પણ જાણકારોને આ વાત ગળે ઉતરી રહી નથી. તેમનુ માનવુ છે કે, તુર્કમેનિસ્તાન આંકડા છુપાવી રહ્યુ છે. ભૂતકાળમાં પણ તુર્કમેનિસ્તાને એડસ અને પ્લેગ જેવી બીમારીઓના આંકડા પણ છુપાવ્યા હતા.અખબારી સ્વાતંત્ર્યના મામલે આ દેશ 180મા સ્થાને છે.

    આ દેશે એક મહિના પહેલા પોતાની બોર્ડર સીલ કરી  દીધી હતી.દેશમાં સામાન્ય જન જીવન છે. લોકો સામાજીક પ્રસંગોમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.