મહામંદીનાં એંધાણ: 1930ની મંદી જેવા સૌથી ભયાનક આર્થિક સંકટ માટે તૈયાર રહો: IMF

દુનિયા પર છવાયેલા કોરોના મહામારીના વધતા જતા ખતરા વચ્ચે IMFની મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલીના જાર્વીવાએ આગામી સમયમાં ભયાનક આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરી છે.

તેમના જણાવ્યા મુજબ કોરોના મહામારીને લીધે થંભી ચૂકેલી દુનિયા 1930 પછી સૌથી મોટી આર્થિક મંદીની કગાર પર આવી પહોંચી છે.

ગુરુવારે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યુ કે, વૈશ્વિક વિકાસ 2020માં તેજી ખૂબ જ ઝડપથી નકારાત્મક દિશામાં જશે અને 170થી વધુ દેશોમાં આ વર્ષે પ્રતિ વ્યક્તિ દીઠ વિકાસદર નકારાત્મક થશે.

IMF ચીફે જણાવ્યુ કે, આ સ્થિતિ અંગે પહેલેથી જ સ્પષ્ટતા થઇ ચૂકી હતી કે, વૈશ્વિક વિકાસ 2020માં વિકાસદર નકારાત્મક રહેશે. હકીકતમાં સમગ્ર વિશ્વ સંભવિત એક મહામંદી તરફ આગળ વધી રહ્યો છે.

વિશ્વની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ કે કોરોના વાયરસને લીધે વિશ્વની અર્થવ્યવસ્થામાં 1930ની મહામંદી પછીની સૌથી મોટો કડાકો આવી શકે છે.

જાર્વીવાએ જણાવ્યુ કે માત્ર ત્રણ જ મહિના પહેલા અમારુ અનુમાન હતું કે વિશ્વના 160 સભ્ય દેશોમાં આ વર્ષે પ્રત્યેક વ્યક્તિ દીઠ આવક વધશે, પરંતુ હવે સ્થિતિ બદલાઇ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.