સુરતઃ વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ થયો, 2019માં શહેરમાં મોસમનો 67.24 ઇંચ વરસાદ સાથે 135 ટકા વરસાદ પડ્યો છે. ચાલુ સિઝનમાં 67 ઇંચ દેમાર વરસાદે છેલ્લા છ વર્ષનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે. શહેરમાં સરેરાશ 50 ઇંચ જેટલો વરસાદ પડે છે. વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી
મોન્સૂનના છેલ્લા ચાર માસમાં એક પછી એક બનેલી મોન્સૂન સિસ્ટમને પગલે મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી હતી. જેને લઇ સિઝનનો 100 ટકા ક્વોટા તો એક મહિના જ પૂરો થઇ ગયો હતો. 2018માં મોસમનો 51.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 15.50 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચોમાસું સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહ બાદ વિદાય લે છે. પરંતુ ચાલુ સિઝનમાં સપ્ટેમ્બર માસ પૂર્ણ થયા છતાં હજુ મોન્સૂન સક્રિય છે. સોમવારે 17 મીમી વરસાદ શહેરમાં ખાબક્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.