ચીનમાં રહેતા આફ્રિકન સમુદાયના લોકોને કરાઈ રહ્યા છે બેઘર

કોરોનાના કહેર વચ્ચે પોતાના નાગરીકો પર આપખુદશાહી ચલાવનાર ચીન હવે નવા વિવાદમાં ઘસેડાયુ છે.

ચીનના મોટા શહેરો પૈકીના એક ગ્વાંગ્ઝૂમાં રહેતા આફ્રિકન લોકોએ આરોપ લગાવ્યો છે કે, કોરાનાના બહાને અમેને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. અમને કોરોનાના શંકાસ્પદ દર્દી સમજીને ઘરની બહાર કાઢી મુકવામાં આવી રહ્યા છે. હોટલમાં રહેવાની પણ મંજૂરી અપાઈ રહી નથી.

એક આફ્રિકન વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, હું ભોજન વગર ચાર દિવસથી પુલ નીચે સુઈ રહું છું. મને કોઈ દુકાન કે રેસ્ટોરન્ટ ભોજન આપવા તૈયાર નહી થાય. અમારી હાલત ભીખારીઓ જેવી થઈ ગઈ છે. એક નાઈજીરયન દુકાનદારનુ પણ કહેવુ છે કે, મને એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો છે.

તેમના કહેવા પ્રમાણે સરકાર દ્વારા મનમાની રીતે આફ્રિકાના લોકોને આઈસોલેટ કરાઈ રહ્યા છે અને તેમની તપાસ કરાઈ રહી છે.વિવાદ વધ્યા બાદ ચીને સફાઈ આપતા કહ્યુ છે કે, ગ્વાંગઝૂના નાઈજેરિયન સમુદાયમાં કોરોનાના કેસ સામે આવ્યા છે.

દોઢ કરોડની વસતી ધરાવતા આ શહેરમાં લિટલ આફ્રિકા નામના વિસ્તારમાં 8 દર્દીઓ બહાર આવ્યા છે. એ પછી પણઆ વિસ્તારના લોકો જાહેર સ્થળોએ હરી ફરી રહ્યા હતા.જેના કારણે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.