વડોદરામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થયો છે. વડોદરામાં વધુ 18 લોકોના કેસ પોઝિટિવ આવ્યાં છે. આજે સવારે પણ વડોદરામાં 18 પોઝિટિવ કેસ આવ્યાં હતા. આ સાથે જ વડોદરામાં એક જ દિવસમાં 36 કેસ સામે આવ્યાં છે. વડોદરામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 95એ પહોંચી ગઈ છે.
રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાંઅત્યાર સુધીમાં કોરોનાને કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 451એ પહોંચી છે. બપોર બાદ છોટા ઉદેપુરના બોડેલીમાં એક 34 વર્ષના યુવાનને કોરોના પોઝિટવ આવ્યો છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 433એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 34 લોકો સાજા થયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.