ગુજરાતમાં કોરોનાના 25 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ 493 થયા, અમદાવાદમાં 266

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે, ત્યારે છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 25 નો વધારો થયો છે. 4 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 1 દર્દી 75 વર્ષના પુરૂષનું મૃત્યુ થયુ છે. અમદાવાદમાં કોરોનાના 266 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં અમદાવાદના 23 અને આણંદ 2 કેસનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદના રાણીપમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે અને આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે. મોટા ભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અત્યાર સુધીમાં 44 લોકો ડિટ્ચાર્જ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કારણે 23ના મોત નીપજ્યા છે.

આણંદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ  કેસ સામે આવ્યા છે. ખંભાતના મોતીવાળાની ખડકીમાં રહેતી 53 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તે મહિલાના 27 વર્ષીય પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આંકલાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વડોદરાના નાગરવાડાથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વધુ બે કેસ સાથે આણંદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7 પર પહોંચી છે.

ગાંધીનગરમાં 6 વર્ષના બાળકને કોરોના થયો

રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર રાંચરડામાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. 6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.કોરોના પોઝિટિવ કેસને લઈને સમગ્ર ગામને ક્વોરન્ટીન કરાયુ છે.અને પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.