ઈટાલીમાં કોરોનાના કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવાયુ, મૃત્યુઆંક 19,468 પર પહોંચ્યો

ઈટલીમાં કોરોના વાઈરસે ત્રાસ ફેલાવી દીધો છે. દરરોજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઇટલીમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 19,468 પર પહોંચી ગયો છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકામાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. લોકડાઉન પછી પણ, કોવિડ -19 દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે મૃત્યુનાં આંકડા પણ ભયજનક છે. 24 કલાકમાં યુ.એસ.માં કોરોના વાઈરસથી 2,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

દુનિયામાં એક તરફ લોકો ઘરોમાં કેદ થયા બાદ ઇસ્ટરની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમેરિકામાં શોક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 11 એપ્રિલના રોજ યુ.એસ. માં 2 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 18,860 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવાર સુધીમાં, રોગચાળાને કારણે 1,03,000 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ચીનનું  વુહાન કોરોના વાઈરસને કારણે થયેલાં મોતનું કેન્દ્ર બન્યું હતું,. તો આ વર્ષે હવે અમેરિકા બની ગયું છે. ઇટાલી પણ આ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત છે.

ચીનના વુહાન શહેરથી ઉત્પન્ન થયેલા આ વાયરસથી દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. યુરોપ એશિયા કરતા વધારે કોરોનાના પકડમાં છે. શનિવારે મેડ્રિડમાં કુલ મૃત્યુનાં નવા 510 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં શુક્રવારે કોરોના વાઈરસને કારણે કુલ 1000 લોકોનાં મોત થયાં.

ઇટાલીમાં લોકડાઉન વધારાયુ

3 મે સુધી ઈટલીએ લોકડાઉનને વધારે કડક કરી દીધુ છે. ઈટલીમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને 19,648 થઈ ગઈ છે. આ આંકડા દુનિયાભરમાં સૌથી વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.