વસ્ત્રાપુર, સેટેલાઈટ અને ઘાટલોડિયા વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા શાકભાજીની લારીવાળા પકડાયા

કોરોના વાઈરસને પગલે લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરનારા અનેક લોકો પકડાઈ રહ્યા છે જેમાં હવે સોસાયટીની બહાર શાકની લારી લઈને ઊભા રહેતા શખ્સો વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

શાકભાજીની લારીઓ પર મહિલાઓ સહિત અનેક લોકો એકઠા થઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાથી પોલીસે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. જેમાં વસ્ત્રાપુરમાં પોલીસે 15 ગુના નોંધ્યા હતા.

તે સિવાય ઘાટલોડિયામાં શાકભાજીની લારીઓ પર એકઠા થનારા 25 જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આમ પોલીસે હવે સોસાયટીના નાકે શાકભાજીની લારી ઊભી રાખી સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.