કોરોના વાયરસ વચ્ચે લોકો પોતાની મદદનો હાથ પણ લંબાવી રહ્યા છે. જોકે યુપીના કુશીનગરમાં દલિત સરપંચે કરેલી મદદના મામલામાં એક પછી એક અણધાર્યા વળાંક પણ આવ્યા હતા.
કુશીનગરના એક ગામ પાસે આઈસોલેશન વોર્ડમાં રખાયેલા દર્દીઓ માટે ગામના દલિત સરપંચે પોતાના હાથથી ભોજન બનાવીને મોકલ્યુ હતુ. જોકે કેટલાકે આભાર માનવાની જગ્યાએ દલિતના હાથથી ભોજન બન્યુ હોવાથી ખાવાની ના પાડી દીધી હતી. દુખી થયેલા સરપંચ અને તેમની પત્નીએ લોકોને વિનંતી પણ કરી હતી.
આ વાતની જાણ થતા અહીંના ભાજપ સાંસદ વિજય દુબે આઈસોલેશન સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. તેમણે લોકોને પાઠ ભણાવાવ ત્યાં જ સોશ્યલ ડિસ્ટન્સ રાખીને સરપંચના હાથનુ ભોજન કર્યુ હતુ. તેમણે લોકોને અપીલ કરી હતી કે, અસ્પૃશ્યતાથી મોટુ કોઈ કલંક નથી.
સોશ્યલ મીડિયા પર આ વાત વાયરલ થયા બાદ ઘણા લોકો સાંસદના વખાણ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.