વલ્લભ કાકડીયા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. સામાન્ય લોકોના વાહનો ટૉ ઇગં થાય તો ધારાસભ્યનું વાહન કેમ નહીં?
સામાન્ય વાહનચાલકો જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તે વાહનચાલકને રોકી મૅમો ફાડવામાં આવે છે. ત્યારે શું નૉ પાર્કિગમાં વાહન પાર્ક કરી ઉભેલા ધારાસભ્ય વલ્લભ કાકડીયાનો મૅમો ફાટશે કે કેમ તેના પર સવાલો ઉઠ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ કરવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. નિયમોના કડક અમલ માટે ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને દંડવાનું શરૂ કરી દીધું છે. હેલ્મેટ વગર વાહન ચલાવતા અને શીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે. સાથે જ નૉ પાર્કિંગમાં વાહન પાર્ક કરતા અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો પાસે પણ રૂ. 500 દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.
ટ્રાફિક પોલીસ જ્યારે વિશેષ ડ્રાઇવ ચલાવી રહી છે ત્યારે ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડીયાની કાર નૉ પાર્કિગમાં પાર્ક કરાઈ હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં નૉ પાર્કિગમાં વાહન પાર્ક કરીને ધારાસભ્ય બેફિકરથી વાહન પાસે ઉભા હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જોકે, નવાઈની વાત એમ છે કે ટ્રાફિકના નિયમનો ભંગ થયો હોવા છતાં ટ્રાફિકના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અહીં મહત્વની વાત એ પણ છે કે વલ્લભ કાકડીયા અગાઉ વાહનવ્યવહાર મંત્રી પણ રહી ચૂક્યા છે. હવે તેઓ પોતે ટ્રાફિકના નિયમોથી અવગત કેમ નથી તે સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે ટ્રાફિકના નવા નિયમની અમલવારી 16 સપ્ટેમ્બરથી કરાઈ હતી પરંતુ લોકોએ જોરશોરથી વિરોધ કરતા અને આરટીઓ કચેરીમાં અગવડતાના કારણે રાજ્ય સરકારે હવે નવા નિયમોનો અમલ 15 ઓક્ટોબરથી કરવાનું નક્કી કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.