જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટર નજીક લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક આતંકીઓના લોંચ પેડ પર ભારતીય સેનાના તોપમારામાં આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના 15 જવાનનાં મોત થયા છે. આ ઘટના સાથે સંકળાયેલા બે સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી.
એક અધિકારીએ કહ્યું કે આ પાકિસ્તાન માટે એક સંદેશ છે કે ભૂલોનું પરિણામ ભોગવવું પડશે. પાકિસ્તાનના યુદ્ધ વિરામના ઉલ્લંઘનની પ્રતિક્રિયા આપતા ભારતીય સેનાએ કિશનગંગા નદીના કાંઠે દુધનિયાલને નિશાન બનાવ્યું હતું, જ્યાં આતંકવાદીઓના લોંચ પેડ હતા.
આ હુમલો પર્વતો પર સ્થિત કેરાન સેક્ટરથી કરવામાં આવ્યો હતો, જ્યાં 5 એપ્રિલે ભારતીય સેનાના સ્પેશિયલ કમાન્ડોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આ ઘટનાથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું કે પાંચ આતંકીઓમાંથી 3 જમ્મુ-કાશ્મીરના હતા, જ્યારે અન્ય 2 ને જૈશ-એ-મોહમ્મદ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જોકે, તેમની ઓળખ મેળવવા માટે વધુ પ્રયાસો ચાલુ છે.
પાકિસ્તાની સેનાએ પણ પુષ્ટિ આપી છે કે ભારતીય સેનાએ એલઓસીની નજીક આવેલા શારદા, દુધનિયાલ અને શાહકોટ સેક્ટરમાં ગોળીબાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.