રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અ્ને રાજય સરકારે મળીને કુલ રૂ. 6210 કરોડના પેકેજ જાહેર કર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે,ગરીબ,વંચિત અને ગંગા સ્વરૂપ બહેનો,મધ્યમ વર્ગ સહિત સમાજના વિવિધ ર્વગને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે રૂ. 3950અને રાજય સરકારે રૂ. 2259 કરોડની સહાય કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી ગરીબ ક્લ્યાણ પેકેજઅ્ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યા છે.
મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળ ગુજરાતના 47,81,426 ખેડૂત લાભાર્થીને કુલ રૂ. 956.28 કરોડની રકમ ચુકવાઇ છે. રેશનીંગમારફત ગુજરાતના 68 લાખ કાર્ડધારકને રૂ. 1182 કરોડનું વધારાનો અનાજનો જથ્થો અપાયો છે. ઉપરાંત વૃધ્ધ,ગંગા સ્વરૂપ માતા-બહેનોને બે મહિના સુધી રૂ.500-500 લેખે રૂ.1000 ચુકવવાનો નિર્ણય લીધો છે,જેના પરિણામે 5.80 લાખ વૃધ્ધ લાભાર્થી અને 10,700 દિવ્યાંગ લાભાર્થી અને 97,437 ગંગા સ્વરૂપબહેનોને લાભ મળશે. જન-ધન બેંન્ક ખાતુ ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ. 500 લેખે ત્રણ મહિના સુધી 74 લાખ મહિલાઓને રૂ. 1110 કરોડની સહાય કરીછે. ઉજજ્વલા યોજના હેઠળ લાભાર્થીને ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર વિનામુલ્યે કેન્દ્ર સરકારે આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.