આવતીકાલે સવારે 10 વાગે PM મોદી કરશે સંબોઘન,સંબોઘન પર સૌ ની નજર

કોરોનાથી જંગમાં જીતવા માટે દેશની સરકાર અને દેશના લોકો સંપૂર્ણ સંભવ પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે 14 એપ્રિલ પછી શું? આ સવાલ દરેક દેશવાસીઓના મનમાં છે. કદાચ આ જ સવાલનો જવાબ આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે 14 એપ્રિલે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે. જોકે આ અગાઉ એવી ચર્ચા છે કે લોકડાઉન 14 એપ્રિલ પછી બે અઠવાડિયા સુધી ચાલવાનું છે, ઉદ્યોગ મંત્રાલયે 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રો જેમ કે કાપડ, બાંધકામ, જેમ્સ અને જ્વેલરીમાં કામ શરૂ કરવાની ભલામણ કરી છે. શેરી વિક્રેતાઓને ઓળખ કાર્ડ સાથે કામ કરવાની મંજૂરી આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય વડા પ્રધાન સ્તરે લેવાશે. લોકડાઉનમાં રાહત એ કોરોના ચેપના ફેલાવો, ભાવિના ડર અને સક્રિય કેસ પર આધારિત હશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જારી કરેલા જાહેરનામા મુજબ, સરકારે પણ સૂચન કર્યું છે કે રાજ્યોને બદલે કોરોનાના ચેપના સ્તર પ્રમાણે દેશના વિસ્તારોને લાલ, નારંગી અને લીલા ક્ષેત્રમાં વહેંચીને છૂટછાટ માટેના નિયમો નક્કી કરવા જોઈએ. કોરોનાના નારંગી અને લીલા ઝોનમાં બજારો ખોલવામાં આવી શકે છે, પરંતુ સમય મર્યાદિત હોઈ શકે છે. સરકાર સૂચવે છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિ વધારવા અને આવક મેળવવા માટે ક્રમમાં ઉદ્યોગોમાં કામ શરૂ કરવું જરૂરી છે, પરંતુ આ સમય દરમિયાન સામાજિક અંતરને અનુસરવું પડશે. હવે વડાપ્રધાન મોદી મંગળવારે સવારે શું જાહેરાત કરશે તેની ઉપર દેશના લોકોની મીટ મંડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.