કોરોનાના કારણે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ, ઈમરાન ખાને વિશ્વ સમક્ષ હાથ ફેલાવ્યા

દેવામાં ડૂબેલા પાકિસ્તાન માટે કોરોના મહામારીના કારણે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. લોકડાઉનના કારણે પાકિસ્તાનમાં તમામ પ્રકારના કામ-ધંધા બંધ છે જેથી ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે વીડિયો ટ્વિટ કરી હતી જેમાં ‘આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાનોને ઉદ્દેશીને વિકાસશીલ દેશો કોવિડ-19 મહામારીના પગલે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમાં તેમને સકારાત્મક પ્રતિક્રિયાઓ આપો’ તેમ કહ્યું હતું

.ઈમરાન ખાને થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલા સાર્ક કોવિડ-19 ફંડ પાસેથી કોરોના સામેની લડાઈ માટે પૈસાની માંગણી કરી હતી. ત્યારે હવે વિશ્વ સમુદાયો સમક્ષ હાથ ફેલાવીને જો જલ્દી મદદ કરવામાં નહીં આવે તો પાકિસ્તાનના લોકો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવા લાગશે તેવી વિનંતી કરી છે. ખાને યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને કોરોન વાયરસના પડકારમાંથી ઉગરવા વિકાસશીલ દેશો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.