કોરોના સામેની લડાઈમાં ભારતને અમેરિકા કરતા ચઢિયાતુ ગણાવનાર મહિલા સામે કેસ

અમેરિકામાં કોરોનાના વ્યાપેલા કહેર વચ્ચે કોરોના સામેની લડાઈમાં ભારતના પ્રયાસોને અમેરિકા કરતા બહેતર બતાવવાનુ એક એનઆરઆઈ મહિલાને ભારે પડી ગયુ છે.

અમેરિકામાં ન્યૂજર્સીમાં રહેતા સ્વાતી દેવીનેનીએ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ભારતે કરેલી કાર્યવાહીની પ્રશંસા કરતો એક વિડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા સાધન સંપન્ન દેશ છે. સ્વાસ્થ્યને લગતી શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવે છે. છતા પણ કોરોનાના રોગચાળાને સમયસર પારખી શક્યો નથી. જ્યારે ભારતે તેને લઈને પેહલેથી જ ઘણી વાતો સમજી લીધી હતી. જેના કારણે વાયરસને મોટા પાયે ફેલાતા અટકાવી શકાયો હતો. મેરા ભારત મહાન.

જોકે આ વિડિયો કેટલાકને પસંદ આવ્યો નથી. અન્ય એક ભારતીય મૂળના નાગરિક શ્રવણે જ સ્વાતી સામે કેસ કર્યો છે. તેનુ કહેવુ છે કે, મહિલાએ અમેરિકા વિરોધી વાત કરી છે.

જોકે સોશ્યલ મીડિયા પર તેને લઈને મળી રહેલા રીએક્શન બાદ વિડિયો બનાવનાર મહિલા સ્વાતીએ માફી માગતા કહ્યુ હતુ કે, મારો ઈરાદો અમેરિકાને ઉતરતુ બતાવવાનો નહોતો. મેં જે વાત કરી છે તે પબ્લિક ડોમેનમા પહેલેથી જ છે.

સ્વાતિ એક વર્ષ પહેલા અમેરિકા શિફ્ટ થઈ છે. તેના પતિ સોફ્ટવેર એન્જિનિયર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.