Coronavirus: ચીનમાં 100થી વધુ નવા કેસ નોંધાતા હડકંપ, મૃત્યુઆંક 3341એ પહોંચ્યો

ચીનમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં પહેલીવાર કોવિડ-19નાં 100થી વધુ નવા કેસ આવ્યા છે, ત્યાં જ કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત હુબેઇ પ્રાંતમાં તેનાં કારણે તાજેતરમાં વધુ બે લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક 3,341 થઇ ગયો છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનમાં જણાવ્યા અનુસાર વિદેશોથી સંક્રમણને લઇને આવેલા લોકોની કુલ સંખ્યા 1378 અને લક્ષણો વગરનાં સંક્રમિત લોકોની સંખ્યા 1064 થવાની સાથે જ સ્થાનિક સંક્રમણનાં 10 કેસ પણ સામે આવ્યા છે. NHCનાં જણાવ્યા અનુસાર 10 કેસમાંથી 7 હેઇલોંગજિયાંગ પ્રાંત અને ત્રણ ગુઆંગડોંગ પ્રાંતનાં છે.

કમિશને કહ્યું કે દેશમાં રવિવારે કોરોના વાયરસનાં ઓછામાં ઓછા 108 નવા કેસ નોંધાયા, જેમાંથી 98 ચેપગ્રસ્ત લોકો બહારથી આવ્યા હતાં, ત્યાં જ હુબેઇ પ્રાંતમાં બે લોકોનાં જીવ જવાથી મૃત્યુઆંક 3,341 થઇ ગયો છે, આ નવા કેસની સાથે જ ચીનમાં સંક્રમિતોની કુલ સંખ્યા રવિવાર સુધી 82,160 થઇ ગઇ છે.

NHCનાં જણાવ્યા પ્રમાણે રવિવાર સુધી ચીનમાં બહારથી આવેલા સંક્રમિત લોકોની સંખ્યા 1,378 હતી, જેમાંથી 511ની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે, અને 867ની હાલ સારવાર ચાલી રહી છે, તેમાંથી 38ની હાલત નાજુક છે.

તેણે કહયું કે કોઇ પણ પ્રકારનાં લક્ષણો વગરનાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. એવા 61 નવા કેસ આવ્યા, જેમાંથી 12 વિદેશથી આવ્યા છે,તે સાથે જ આવા કેસોની સંખ્યા 1068 થઇ ગઇ, જેમાંથી 307 બહારથી આવ્યા છે, આ તમામને ડોક્ટરોનાં નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.