આજે લોકડાઉનનો 21મો દિવસ છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોરોનાને લઈને વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કોરોના ફાઈટર્સના બિરદાવ્યા છે. ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા બારસોથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશવાસીઓની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
સોનિયા ગાંધીએ લોકડાઉનનુ પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને સમય સમયે હાથ ધોવાની પણ અપીલ કરી તો સાથે જ માસ્ક પહેરવા પણ અપીલ
કરી. કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશવાસીઓની સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર સોનિયા ગાંધીનું દેશના નામે સંબોધન ટ્વીટ કર્યું. વીડિયો મેસેજ દ્વારા સોનિયા ગાંધીએ દેશના લોકોને કોરોના વાઈરસ સામે જંગમાં ધીરજ રાખવા માટે આભાર માન્યો. સોનિયાએ પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે, સંકટના સમયે દેશના લોકો ધીરજ અને શાંતિ જાળવી રાખવા માટે હું લોકોનો આભાર માનું છું. તેમણે લોકોને કોરોના વાઈરસને લઈને સાવચાતી રાખવાની અપીલ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.