અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે માસ્ક નહીં પહેરવા બદલ રૂ.5000 હજારના દંડની જાહેરાત કરી હતી, તો બીજી તરફ માસ્ક પહેરવું ફરજીયાત કરાતા અછતના કારણ કાળા બજાર શરૂ ગયા છે.
કાલુપુર ચોખા બજારના રામલાલ નામના વેપારીએ માસ્ક નહીં પહેરતા તેમની પાસેથી રૂ.1000નો દંડ લઈ કાર્યવાહી કરવામા હતી, અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓ સામે દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કોરોનાનો રોગચાળો પ્રસરે નહીં તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને પ્રથમ વખત 1000 રૂપિયા દંડ અને બીજી વાર ગુનો કરે તો રૂપિયા 5000ના દંડની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સોમવારથી માસ્ક નહીં પહેનારને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.